ગઢડા મધ્ય : ૫૯

અમે તથા અમારા સંત કલ્યાણકારી છીએ. અમારા સાધુ ભવબ્રહ્માદિક દેવથી અધિક છે. અમારી કે અમારા સંતની પ્રાપ્તિ થાય એ જ પરમકલ્યાણ છે ને અમારા સંતની સેવા ને તેમાં હેત કરવાથી જીવ કૃતાર્થ થાય છે. અમારા સંત કોઈકને કઠણ વચન કહે તેની આંટી મૂકે નહિ તેને અમારા ભક્ત ઉપર હેત છે જ નહિ. જેને પૂર્વજન્મમાં અમારી કે અમારા સંતની પ્રાપ્તિ થઈ હશે અને તેમની સેવા કરી હશે તેને આ જન્મમાં અમારે ને અમારા સંતને વિષેથી હેત મટે જ નહિ. અમારા નિશ્ચયમાં પણ ડગમગાટ થાય જ નહિ. ત્યાં દૃઢતાવાળા ભક્તોનાં નામ આપ્યાં છે. (૧૯૨)