ગઢડા છેલ્લું : ૨૮
ભગવાનના આકારને ખોટા કરે અને ભગવાનના ધામમાં માયિક પંચવિષય સુખની ઇચ્છા રાખે એ બેય મોક્ષના માર્ગમાંથી પડી જાય છે. પોતાના અવગુણ ટાળીને અમારો નિશ્ચય કરે તે સત્સંગમાંથી પાછો પડે નહિ. અમારું માહાત્મ્ય જાણે તો માનાદિક દોષ ટળી જાય છે. નિષ્કામ ભક્ત ઉપર અમે રાજી થઈએ છીએ. માયિક પંચવિષયે કરીને જીવનપણું મનાણું હોય તે અમારા સુખને પામે નહિ ને માયિક પંચવિષયમાંથી પ્રીતિ ટળી ગઈ હોય તે જ અમારા સુખને પામે છે. (૨૬૨)