ગઢડા છેલ્લું : ૫

અમારી માહાત્મ્યે સહિત ભક્તિ હોય તેમાં કોઈ વિઘ્ન આવે નહિ ને પ્રાકૃત બુદ્ધિએ કરીને ભક્તિ કરે તેમાં વિઘ્ન આવે છે. અમારા મોટા સંતની સેવા ને પ્રસંગથી એવી ભક્તિ આવે છે. અમારો નિશ્ચય પરિપૂર્ણ હોય ને કામાદિકે કરીને વિક્ષેપ ન પામતો હોય ને અતિશય ત્યાગી, વૈરાગ્યવાન ને આત્મનિષ્ઠ હોય પણ જો પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાન જે અમે તે અમારા વિના બીજું કાંઈ આત્મદર્શનાદિક ઇચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. કામાદિકનો વિક્ષેપ આવે પણ તેની દાઝ થાય ને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ જે અમે તે અમારા વિના બીજું કાંઈ ન ઇચ્છે તો દેહ મૂકીને અમારા ધામમાં બહુ મોટા સુખને પામે છે. (૨૩૯)