સારંગપુર : ૧૧

વૈરાગ્ય, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, અહિંસા ને આત્મનિષ્ઠા એ પાંચ સાધન છે તે પુરુષ પ્રયત્ન છે તેણે યુક્ત થાય તે જન્મ-મરણથી રહિત થઈને આત્મસત્તાને પામે છે એટલે અમારા તેજરૂપ થાય છે. તે ઉપર જ અમારી કૃપા થાય છે ત્યારે અમારા તુલ્યપણાને પામે છે ને અમારા જેવો જ સમર્થ થાય છે. એ અંગમાં ન્યૂનતા હોય તો અમારા અક્ષરધામ વિના બીજાં ધામોને પામે છે ને વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે છે. ખબરદાર થઈને મંડે તો આ દેહે જ સર્વે કસર મટી જાય. (૮૯)