પત્ર : ૪
સૂરજ પાસે તેજ માગવું ન પડે, એ તેજના ભંડાર છે, તેમ મહારાજ આવે એટલે મોક્ષ આવી ગયો, કેમ કે...
‘‘મોક્ષપતિ કુંવર ભક્તિધર્મના રે લોલ,
હરિકૃષ્ણ નારાયણ નામ,
પ્રભુ પ્રગટ થયા છે આ સમે રે લોલ.’’
સ. ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં છે કે શ્રીજીમહારાજ પોતાના આશ્રિતને સુખ આપવા પધાર્યા છે. તેથી એ મૂર્તિ ને એમનાં વચન રાખતાં મોક્ષ માગવો પડે તેમ નથી.