ગઢડા મધ્ય : ૬૩
જીવ અતિશય બળને પામ્યો હોય તે ઇન્દ્રિયો, અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે એટલે અમારી આજ્ઞા વિરુદ્ધ ચાલવા દે નહિ અને તેને ભૂંડું સ્વપ્ન પણ આવે જ નહિ. આત્મસત્તારૂપે રહેવાથી એવું બળ આવે છે. અમારે ને અમારા સંતને વિષે પ્રીતિ ને સેવામાં અતિશય શ્રદ્ધા ને અમારી નવધા ભક્તિ તેણે કરીને જીવને તત્કાળ અતિશય બળ આવે છે. ઐશ્વર્યમાંથી રાગ ટાળીને કેવળ સત્તારૂપે રહેવું તે શ્રેષ્ઠ છે. તેથી પણ અમારી ને અમારા ભક્તની દેહે કરીને સેવા કરવી તે શ્રેષ્ઠ છે. જીવને અંતસમે અનંત પ્રકારની આધિ-વ્યાધિ થઈ આવે છે તે દુઃખ અમારું અથવા અમારા સંતનું દર્શન થાય ત્યારે નાશ પામે છે એવો અમારા ભક્તનો એટલે મુક્તનો મહિમા ખોટો છે. પંચ વર્તમાને યુક્ત અમારા ભક્ત તેમને કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ સમજવા. અમારી ને અમારા ભક્તની સાથે આંટી પડે તે તો પંચમહાપાપીથી પણ વધુ પાપી છે. અમારા ભક્તની એટલે મુક્તની સેવા જેવું કોઈ પુણ્ય નથી અને તેના દ્રોહ જેવું કોઈ પાપ નથી. (૧૯૬)