વાત : ૧૦૦
ઉપાસનાની પક્વ અપક્વપણાની વાર્તા હનુમાનજી ને સુદર્શન ચક્ર તથા ગરુડજીના દૃષ્ટાંતે કરીને વાર્તા કરી તેમાં ગરુડજીની ઉપાસના અપક્વ જાણવી.।।૧૦૦।।
ટિપ્પણી
ગરુડજીની ઉપાસનાનું દૃષ્ટાંતઃ હનુમાનજીને શ્રીરામચંદ્રજીમાં પૂર્ણ નિષ્ઠા હતી, રામચંદ્રજીનાં ચરિત્રોમાં સંશય થતો નહિ. રામ-રાવણનું યુદ્ધ થયું ત્યારે લંકામાં રાક્ષસે નાગપાશથી શ્રીરામચંદ્રજીને બાંધ્યા હતા. તે વખતે ગરુડજી આવ્યા, તેથી તેમનાથી ડરીને સર્વે સાપ ભાગી ગયા ને રામચંદ્રજીનો છુટકારો થયો. આ જોઈને ગરુડજીને રામચંદ્રજીના સામર્થ્યમાં સંશય થયો હતો. તે રીતે ગરુડજીની ઉપાસના અપક્વ હતી.