વાત : ૧૫૨
શ્રીહરિજીનું ભજન સ્મરણ કેમ કરવું ? ઉત્તર : જે અક્ષર ને અક્ષરના મુક્ત છે તે તો અક્ષરરૂપ થઈને ભજન કરે છે ને શ્વેતદ્વીપના મુક્ત છે તે તો સત્તારૂપે રહીને કારણ શરીરના ભાવને જ ટાળતા થકા ભજન કરે છે ને બદ્રિકાશ્રમના મુક્ત તો સત્તારૂપ રહીને સ્થૂળ, સૂક્ષ્મના ભાવને ટાળતા થકા ભજન કરે છે ને આપણે સર્વે તો સ્થૂળભાવે વર્તતા થકા ભજન કરીએ છીએ તેમાં પણ કેટલાક તો અક્ષરભાવે વર્તે છે ને કેટલાક તો સત્તાભાવે વર્તે છે ને સર્વ કરતાં અનુવૃત્તિમાં રહેવું એ કઠણ જણાય છે કેમ જે બીજાના મનગમતા પ્રમાણે વર્તવું. માટે સ્વરૂપમાં રહેવા કરતાં પણ એ કઠણ છે.।।૧૫૨।।