વાત : ૪૪

મુક્તાનંદ સ્વામીને નિશ્ચય થાતો નહોતો ત્યારે રામાનંદ સ્વામીએ આવીને કહ્યું જે શ્રી સહજાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાન છે ને અમે પણ એમના જ દાસ છીએ એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમના ભક્તની અતિશય મોટપ છે ને લગારેક એમના સંબંધે કરીને અતિશય મોટું કામ થઈ જાય છે. ।। ૪૪ ।।