વાત : ૨૪૮
ઉપાસનાએ કરીને કલ્યાણ તો થાય છે પણ ત્રણ અંગની દૃઢતા વિના નિર્વાસનિક થઈને શ્રીહરિના એકાંતિક ભક્ત થવાતું નથી. એ ત્રણ અંગનાં નામ : આત્મનિષ્ઠા, દાસપણું ને પતિવ્રતાપણું. એ ત્રણ અંગને પક્વ કરે તો આત્યંતિક કલ્યાણ થાય છે. ને તૃષ્ણા રૂપી ટવી નાશ પામે છે. નહિ તો ગોરખરૂપ જે જીવ તેની તૃષ્ણા રૂપી જે ટવી તે કોઈ કાળે ભરાય જ નહિ.।।૨૪૮।।
ટિપ્પણી
ટવીઃ કુલડી, ડબ્બી, પડિયો.
ગોરખરૂપઃ સંયમી.