વાત : ૨૨૯
મનને વિશે સંકલ્પ વિકલ્પનો વેગ વર્તતો હોય ત્યારે આત્મા-અનાત્માનો જે વિચાર અને તે સંબંધી જે સંકલ્પ તે કરવા તથા ભગવાનના માહાત્મ્યના વિચાર સંબંધી સંકલ્પ કરવા અને જ્યારે મનમાં ઉદાસીપણું હોય ત્યારે તો ચાર પ્રકારના પ્રલયનો વિચાર કરીને વૈરાગ્ય સંબંધી સંકલ્પ કરીને પદાર્થની તુચ્છતા જાણવી. અને મનમાં આનંદ વર્તતો હોય ત્યારે ઉપશમ કરીને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું અને મનમાં રાગ વર્તે ત્યારે ભગવાનનાં કીર્તન ગાવવાં. અને ઇંદ્રિયોની ક્રિયામાં મન વર્તે ત્યારે ભગવાનની ભક્તિ-સેવા કરવી. એવી રીતે એ પાંચે સમયને વિષે એ પાંચ વાનાં કરે તો તત્કાળ સિદ્ધ થાય. અને એમ ન કરે તો તત્કાળ સિદ્ધ ન થાય.।।૨૨૯।।