વાત : ૪૪૫

પ્રકૃતિની ઇચ્છાએ કરીને પુરુષનું રૂપ છે ને પુરુષની ઇચ્છાએ કરીને પ્રકૃતિ રૂપવાન થઈ આવે છે પણ એ બેયનું રૂપ કેવું છે ? ઉત્તર : જે મૂળ રૂપ તો એ બેયનાં દિવ્ય છે. ત્યારે પૂછ્યું જે અક્ષરના મુક્ત જેવાં છે ? ત્યારે કહ્યું કે ના, અક્ષરના મુક્તો જેવાં કે બદ્ધ જીવોના જેવાં નથી પણ એ શ્રીહરિજીની શક્તિએ છે માટે દિવ્યરૂપ છે ને એમાં જે નાના પ્રકારના વિકાર જણાય છે તે તો શ્રીહરિજીની ઇચ્છાએ કરીને છે.।।૪૪૫।।