વાત : ૬૫

પ્રલયકાળના અગ્નિ જેવા મુક્ત છે તે તો જેમ પ્રલયકાળે પંચભૂત તથા દેહધારી માત્રનો નાશ કરી નાખે છે અને એક પોતે અગ્નિ તથા વાયુ તથા આકાશ એ ત્રણ રહે છે, પણ બીજું કાંઈ નથી રહેતું તેમ જે પ્રલયકાળમાં અગ્નિ જેવા મુક્ત છે તેને તો એક પોતાનો આત્મા તથા અક્ષર તથા પુરુષોત્તમ એ ત્રણ વિના બીજું કાંઈ પંચવિષય તથા લોક, ભોગ ને સુખ તે કાંઈ ટકી શકે નહિ.।।૬૫।।