વાત : ૧૫૩
બુદ્ધિવાનને એકાંતિક ધર્મ સમજાય તો ખરો પણ પોતાનાં જે નાના પ્રકારનાં જે વિંબાં છે તેને મૂકી શકે નહિ ને સત્પુરુષની અનુવૃત્તિમાં પણ રહી શકે નહિ એ ખોટ બુદ્ધિવાનને વિષે જણાય છે ને મૂઢ ભક્તને વિષે શ્રદ્ધા તો હોય પણ સમજી શકે નહિ એ ખોટ છે.।।૧૫૩।।
ટિપ્પણી
નાના પ્રકારનાં જે વિંબાંઃ વિવિધ પ્રકારના દૃઢ પૂર્વ સંસ્કારો.