વાત : ૪૭૭
શુકજીને જો જ્ઞાનાંશની સમજણ હતી તો શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્રને વિષે સંશય થયો નહિ ને પરીક્ષિત રાજાની જન્મોત્રીમાં એની મોટપ અતિશય કહી છે તો પણ એને જ્ઞાનાંશ વિના શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્રને વિષે સંશય થયો છે. ને બ્રહ્માને પણ તેમની પેઠે જ થયું ને નારદે પણ સંશય થયો જે ભગવાન ઘરોઘર દીઠા. માટે એકાંતિકનો સંગ કરીને જ્ઞાનાંશની સમજણું અતિ દૃઢપણું કરવું ને ઇંદ્રિયો, મન, બુદ્ધિ ને જીવ એમને વિષે ભગવાનનો નિશ્ચય થયા પછી સત્પુરુષના સંગે કરીને જીવ બહુ વૃદ્ધિને પામે છે. તે ઉપર વેલો જેમ ઝાડને યોગે કરીને વૃદ્ધિ પામે છે તે દૃષ્ટાંતે કરીને વાર્તા કરી.।।૪૭૭।।
ટિપ્પણી
વેલાનું દૃષ્ટાંતઃ જેમ વેલો વૃક્ષને વીંટળાઈને ધીમે ધીમે પોષણ મેળવીને વૃક્ષના જેટલો વિશાળ થઈ જાય છે, તેમ જીવાત્મા સત્પુરુષના પ્રસંગથી વૃદ્ધિ પામે છે.