વાત : ૬૩
ચંદ્રમા જેવા મુક્ત છે તે તો જેમ ચંદ્રમા ઊગે ત્યારે રાત્રિનું અંધારું ન રહે પણ વાદળાં આડાં આવે ત્યારે તેનો પ્રકાશ ઢંકાઈ જાય પણ સૂઝે ખરું. તેમ ચંદ્રમા જેવા મુક્ત છે તેને ગમે તેવા વિષય પ્રાપ્ત થાય તો પણ તેમાં લોભાય નહિ પણ દેશકાળે કરીને કોઈક સમે રાગ જેવું જણાય છે. પરંતુ પાછળથી તેની તેને તુચ્છતા જણાઈ જાય છે.।।૬૩।।
ટિપ્પણી
રાગઃ મોહ, આસક્તિ.