વાત : ૩૭

સર્વે સમાન છે એમ કહે છે તેની વિગત જે જેમ ચિંતામણિ આગળ પારસમણિ આદિક સર્વે સમાન છે ને પારસમણિ આગળ હીરા, ઝવેરાત, મોતી આદિક સર્વે સમાન છે તેમ પુરુષોત્તમ ભગવાન આગળ સર્વે અક્ષરાદિક સમાન છે ને તે અક્ષર ને તેમાં રહ્યા જે મુક્તો તેની આગળ મૂળપુરુષાદિક ને તેની આગળ પ્રધાનપુરુષાદિક ને તેની આગળ વૈરાજપુરુષાદિક ને તેની આગળ બ્રહ્માદિક એમ એકને આગળ બીજા સર્વે સમાન છે. ।। ૩૭ ।।