વાત : ૨૯૯
એક દિવસ મોટા સંતે કહ્યું જે ઇંદ્રિયોમાં, અંતઃકરણમાં ને કારણ દેહમાં ભગવાનનું ધ્યાન આપણા સર્વે કરીએ છીએ તે જો સત્ અસત્નો વિચાર કરીને ને ત્રણ શરીરથી જુદા પડીને જીવમાં ધ્યાન કરીએ તો જીવ શુદ્ધ થાય. તે અમદાવાદના બીજા વચનામૃતમાં કહ્યું છે જે નાહીધોઈને પૂજા કરવી ને જેમ કોઈ શાહુકાર અન્નજળ દેવારૂપ સદાવ્રતની પેઢી કરી જાય છે તેમ શ્રીજીમહારાજ કલ્યાણરૂપ સદાવ્રતની પેઢી કરી ગયા છે ને ધર્મને વિષે દૃઢપણે વર્તતો હોય ને સત્પુરુષનો અતિ દૃઢ વિશ્વાસ હોય તો તેને ગમે તેવું કઠણ પ્રારબ્ધ હોય તો પણ તે ટળી જાય છે.।।૨૯૯।।