વાત : ૧૫૭
વિદ્યાર્થીના અભ્યાસનાં દૃષ્ટાંતે કરીને વાર્તા કરી જે સદ્રુચિનો અભ્યાસ ને સત્પુરુષનો સંગ નિરંતર રાખે તો સદ્વાસના વૃદ્ધિ પામે છે. એ રીતે બહુ વાર્તા કરી.।।૧૫૭।।
ટિપ્પણી
વિદ્યાર્થીના અભ્યાસનું દૃષ્ટાંતઃ વિદ્યાર્થી ભણવા બેસે ત્યારે તેને કાંઈ આવડતું હોતું નથી, પણ જેમ જેમ અભ્યાસ કરે છે તેમ તેમ જ્ઞાન સિદ્ધ થતું જાય છે. તે રીતે, જીવને ઇંદ્રિયસુખ-વિષયોનો અભ્યાસ થાય તો વાસના તેટલી વધી જાય છે. સત્પુરુષનો સંગ રાખે તો સદ્વાસના વધે.