વાત : ૧૦૩

જેને શ્રીહરિજીનો મહિમા યથાર્થ સમજાય છે તેને તો આવી સ્થિતિ થાય છે જેમ વૈકુંઠનાથના માહાત્મ્યે કરીને સનકાદિકનું ચિત્ત ક્ષોભ પામી ગયું કે’તા અક્ષર સ્થિતિમાંથી બાહેર નીસરી ગયું એટલે ભગવાનની મૂર્તિમાં સંલગ્ન થઈ ગયું ને ખબર રહી નહિ ને જેમ રાંકને ઇન્દ્ર પદવી આવે ને તેને જેમ આશ્ચર્ય થાય છે એમ વર્તાય ત્યારે જાણીએ જે શ્રીહરિજીનો મહિમા સમજાણો છે.।।૧૦૩।।