વાત : ૨૪૯
એક ભક્ત તો ત્રણ ગુણને વિષે ને અહંમમત્વને વિષે ને પંચ વિષયને વિષે આસક્તિએ રહિત વર્તે છે અને બીજો ભક્ત ડાહ્યો હોય તે એ વાર્તાને સમજે ને કહે પણ ખરો ને તે પ્રમાણે વર્તવું તો બહુ કઠણ છે માટે એ બે કેમ જણાય ? ઉત્તર : જે જે ભક્ત વર્તે છે તેને મુમુક્ષુને સમજાવતાં આવડે છે ને બીજાને ન આવડે ને વર્તવું તે તો પેટ કટારી નાખ્યા જેવું કઠણ છે તથા ખડ્ગે કરીને માથું કાપ્યા જેવું પણ કઠણ છે.।।૨૪૯।।