વાત : ૫૪૯

ભગવાનના ભક્તને વ્યવહારના વિક્ષેપ બાધ કરે કે નહિ ? ઉત્તર : જે જે સમર્થ હોય તે તો વિક્ષેપને અંતઃકરણમાં પ્રવેશ કરવા દે નહિ ને ઉપરથી તો ખરખરો બહુ કરે ને જે અસમર્થ હોય તેને તો એ વિક્ષેપ અંતઃકરણમાં પ્રવેશ કરી જાય છે.।।૫૪૯।।