વાત : ૨૭

એક સાધુ કહે મારે તો બધુંય બ્રહ્માંડ દેખાય છે. ત્યારે વ્યાપકાનંદ સ્વામી બોલ્યા જે તમારે તો એક બ્રહ્માંડ દેખાય છે, ને મારે તો અનંત ઐશ્વર્ય ને અનંત કોટી બ્રહ્માંડ ને ગોલોકાદિક ધામ તે હસ્તામલ દેખાય છે એ તો રામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી શ્રી સહજાનંદ પુરુષોત્તમ તેની મૂર્તિના ધ્યાનનો પ્રતાપ છે. ।। ૨૭ ।।



ટિપ્પણી

હસ્તામલઃ હથેળીમાં રાખેલા આમળાને જેમ બરાબર જોઈ શકાય છે તેમ સુસ્પષ્ટ.