વાત : ૩૯
શ્રીજીમહારાજનો મહિમા એમ સમજવો જે જેમ નવસો નવાણું નદીઓનું પૂર ભેળું વહેતું હોય તો લાખ મણના પાષાણાદિક તણાઈ જાય પણ કાંઈ ટકી શકે નહિ. તેમ પુરુષોત્તમની મોટપ સર્વે કરતાં અધિક જાણવી. તે મોટપ એમ જાણવી જે બ્રહ્માદિક સર્વે દેવ થકી તથા કાળ માયાદિક સર્વે થકી તથા અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા જે અનંત કોટી મુક્ત તથા અક્ષર એ સર્વે થકી મહારાજ પર વર્તે છે ને સર્વેના પ્રેરક, પ્રવર્તક ને નિયંતા છે ને જ્ઞાન, ઐશ્વર્ય ને સેવ્ય છે ને સર્વેના સ્વામી છે ને ભજનીય છે. એવી રીતે શ્રીજીમહારાજનો મહિમા યથાર્થપણે સમજવો. ।। ૩૯ ।।
ટિપ્પણી
સાધર્મ્યપણુંઃ દાસત્વભાવે સ્વરૂપ, સ્વભાવ અને ગુણધર્મની સમાનતા હોવાપણું.