વાત : ૨૩૦
એક વેગ રાખીએ તો સર્વે વેગ રહે એવો કયો વેગ છે ? તો ભગવાનના માહાત્માય જ્ઞાને સહિત જે ભગવાનને વિષે પ્રીતિનો વેગ તે નિરંતર રાખવો. અને એ વેગના વિરોધને કરવાવાળા જે બીજા સંકલ્પ તે ટાળવા કેમ જે વૈરાગ્ય, ધર્મ અને આત્મજ્ઞાનાદિક સંબંધી વિચાર કરવા ને તેણે કરીને પ્રથમના વેગને પુષ્ટ કરવો.।।૨૩૦।।