વાત : ૧૬૮
મોટા પુરુષનું શું લક્ષણ છે ? ઉત્તર : જે પોતે અક્ષરરૂપે વર્તે ને મુમુક્ષુને પણ અક્ષરરૂપ સ્થિતિ કરી આપે ને સત્ અસત્ના વિવેકનો ઉપદેશ કરીને શ્રીજીમહારાજનો ને સત્પુરુષનો સંગ મુમુક્ષુને અતિ આસક્તિએ સહિત કરાવે તે મોટા પુરુષનું લક્ષણ છે. તે ઉપર અફીણિયાઓના ને જાર સ્ત્રીના દૃષ્ટાંતે કરીને વાર્તા કરી છે.।।૧૬૮।।
ટિપ્પણી
અફીણિયાના ને જાર સ્ત્રીનાં દૃષ્ટાંતઃ અફીણના બંધાણીને (વચનામૃત : ગઢડા અંત્ય ૩૩) પૈસા કરતાંય અફીણ વધારે વહાલું લાગે છે. અફીણનું વ્યસન તેના જીવ સંગાથે જડાઈ ગયું છે. તે રીતે, સત્પુરુષના સંગથી મુમુક્ષુનો જીવ ભગવાન સંગાથે જોડાય છે. વળી, વ્યભિચારિણી સ્ત્રીને પોતાના પતિ કરતાંય પરપુરુષમાં વધુ આસક્તિ રહે છે, તેમ સત્પુરુષના સંગથી મુમુક્ષુને ભગવાનને વિષે આસક્તિ થાય છે.