વાત : ૨૫૯

અમદાવાદમાં નટ રમાડ્યા ત્યારે મહારાજ કહે જે અમે તમાસાને અર્થે નથી રમાડતા. એ તો એમ દેખાડીએ છીએ જે પેટને અર્થે અતિશય પુરુષ પ્રયત્ન જેમ કરે છે તેમ ઈશ્વરને અર્થે કરે તો શું ન થાય ? જે કરે તે સર્વે સાધન સિદ્ધ થાય છે જો જીવ એ જેવો સાચો થાય તો.।।૨૫૯।।