વાત : ૪૨૮
ધર્મ પણ બે પ્રકારનો છે : (૧) લૌકિક જે વર્ણાશ્રમનો ધર્મ પાળવો તે. વર્ણાશ્રમનો ધર્મ તો આ લોકમાં જશ વિખ્યાતિ થાય તથા પરલોકમાં વિષયને પમાડે. (૨) એકાંતિક ધર્મ, તે ધર્મે કરીને તો ભગવાનના અક્ષરધામને પામે છે. એવી રીતે ધર્મમાં બે પ્રકારના ભેદ છે.।।૪૨૮।।