વાત : ૧૭૫
ભગવાનનો અખંડ સંબંધ થયો તે કેમ જાણવો ? ભગવાનનો સંબંધ તો તેને કહીએ જે તેમાં કાંઈ અંતરાય ન રહે અને ભગવાનને સર્વોપરી સમજે ને ભગવાન જે જે વચન કહે તેને સત્ય માને અને જ્યાં મૂકે ત્યાં રાજી થકો જાય પણ મૂંઝાય નહિ તથા તે કોઈ વિષયને વિષે બંધાય નહિ ને તે વિષયને વિષે રાગ પણ ન થાય ને નિરંતર દોષને દેખે એમ વર્તે ત્યારે જાણીએ જે તેને ભગવાનનો સંબંધ અખંડ થયો.।।૧૭૫।।