વાત : ૩૧૯

માની હોય તેને કોઈક વખાણે ત્યારે ફુલાઈ જાય અને પોતાને બરોબરિયા જે સાધુ હોય તેની કોઈ પૂજા કરે તથા વસ્ત્ર ઓઢાડે ઇત્યાદિક સન્માન કરે અને પોતાનું ન કરે ત્યારે તે લજામણીના ઝાડની પેઠે કરમાઈ જાય અને મુવા જેવો થઈ જાય. માટે વ્રત, તપ, ત્યાગ, જ્ઞાન, કથા, વાર્તા, ધ્યાન, ભક્તિ ઇત્યાદિક જે જે સાધન કરે છે તે માન વધે તે વાસ્તે કરે છે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે નહિ. તે માન ટાળવું સહુથી અતિ કઠણ છે.।।૩૧૯।।