વાત : ૩૪૦
ઇંદ્રિયો અંતઃકરણની ક્રિયા થકી જો જીવની ક્રિયાને પૃથક્ સમજતાં આવડે તો સર્પની કાંચળીની પેઠે દેહાદિક ભાવ થકી જીવ જે તે અલ્પ કાળમાં જુદો પડી જાય છે ને તેને શ્રીહરિજી મહારાજની મરજી પણ જાણ્યામાં આવે છે, જેમ સાબરમતી નદીમાં સમુદ્રની વેળ આવે છે ત્યારે તે નદી ખારી થઈ જાય છે ને વેળ જ્યારે પાછી ઊતરે ત્યારે મીઠી રહે છે તેમ હરિભક્તને વિષે ધર્મ ને અધર્મ સર્ગ રહે છે તે જેમ તલને ફુલમાં વસાવીને ઘાણીમાં પીલે છે તે ફુલેલ જ થાય છે પણ તેલ થાતું નથી તેમ લોભ, કામાદિક, અધર્મસર્ગને ધર્મામૃત પ્રમાણે વર્તીને જીતે તો શુદ્ધ એકાંતિક ભક્ત થાય છે.।।૩૪૦।।
ટિપ્પણી
સમુદ્રની વેળઃ ભરતીનું પાણી.
ફૂલેલઃ સુગંધીદાર તેલ, જે તલ અને ફૂલને કેટલોક સમય સાથે રાખી, તેને પીલીને બનાવવામાં આવે છે.