વાત : ૩૨૯
રસનાદિક સર્વે ઇંદ્રિયોને નિયમમાં રાખે અને રસે સહિત તથા માપે જુક્ત જમે કહેતાં બે ભાગ અન્ને કરીને પૂરે અને એક ભાગ જળે કરીને પૂરે અને એક ભાગ ખાલી રાખે એવી રીતે સર્વે ઇંદ્રિયોને નિયમમાંરાખે એવો પુરુષ હોય તે કામે કરીને ક્યારેય પણ પડે નહિ.।।૩૨૯।।