વાત : ૧૮૭

વળી પોતે એમ વાર્તા કરી જે એક તો એવો પુરુષ હોય જે પોતે પણ ભગવાનને સંભારે અને બીજા જે જે પોતાને આશરે આવે તે સર્વેને ભગવાન સંભરાવે અને બીજો તો એવો હોય જે પોતે પોતાની મેળે ભગવાનને સંભારે અને ત્રીજો તો બીજાની ઓથે રહીને ભગવાનને સંભારે પણ સ્વતંત્રપણે પોતે ન સંભારે અને ચોથો તો એ જે પોતે ભગવાનને ન સંભારે અને બીજો કોઈ ભગવાનને સંભારે તો ય ઠીક અને ન સંભારે તો ય ઠીક અને પાંચમો તે એવો હોય જે પોતે પણ ભગવાનને ન સંભારે અને બીજાને પણ ભગવાન ન સંભારવા દે. માટે આ પાંચ પ્રકારના પુરુષ ઓળખીને સોબત કરવી.।।૧૮૭।।