વાત : ૩૮૮

ઇંદ્રિયોની વૃત્તિને વિષય થકી પાછી વાળવી. તેની વિગત જે જાણપણારૂપે રહીને શબ્દાદિક વિષય સન્મુખ જાતી એવી જે ઇંદ્રિયોની વૃત્તિ તેને આત્માને વિષે કે પરમાત્માને વિષે હોમ્યા કરે તો વાસના માત્ર નાશ થઈ જાય છે.।।૩૮૮।।