વાત : ૩૯૧
પંચ વિષયમાં અરુચિ કેમ થાય ? ઉત્તર : જે એ વિષય સંબંધી ઉદ્યમને વિષે અતિશય દુઃખને વારંવાર જોયા કરે તો અરુચિ થાય ને જો વિષય સહેજે મળે તો પણ એને ભોગવવે કરીને શ્રીજીમહારાજની અપ્રસન્નતા થાય છે એમાં લેશમાત્ર સંશય નથી એમ મનમાં યથાર્થ દૃઢ નિશ્ચય કરે તો અરુચિ થાય.।।૩૯૧।।