વાત : ૪૩૯
શ્રીજીમહારાજે કહ્યું છે જે અનવધિકાતિશય, નિરવદ્ય, નિરંજન ને નિર્વિકારી એવું ભગવાનનું સ્વરૂપ જાણવાને અર્થે
मायामयाकृतिमोऽशुभ वासनानां कर्तुं ।
निषेधमुरुधा भगवत्स्वरूपे।।
निर्बिज सांख्यमत योगगयुक्तिभाजं ।
त्वां भक्ति धर्मतनयं शरणं प्रपद्ये।।
(અર્થ :- ભગવાનના સ્વરૂપને વિષે માયિક આકાર, અજ્ઞાન અને અશુભ વાસનાઓના અનેક પ્રકારે નિષેધ કરવાને માટે નિર્બિજ સાંખ્ય અને યોગના માર્ગની સારી યુક્તિઓએ કહેનારા ભક્તિ ધર્મના પુત્ર, એવા આપના શરણને પામું છું. - સ. જી. પં. પ્ર. અ. ૬૬-૧૬)
એ શ્લોકના અર્થને સમજીને પોતાની બુદ્ધિ અતિશય શુદ્ધ કરવી અને જે ભાગવતી તનુ છે તે તો શુદ્ધ સત્ત્વમય છે ને જે સંકલ્પનો દેહ છે તે સ્થૂલ દેહની પેઠે પડ્યો રહે ને જે બ્રહ્મમય તનુ છે તે તો નિર્ગુણ છે ને ચૈતન્યનું બંધાય છે.।।૪૩૯।।
ટિપ્પણી
ભાગવતી તનુ-બ્રહ્મમય તનુઃ ભગવાનના સ્વરૂપના અખંડ અનુસંધાને કરીને ભક્તનો શુદ્ધ સત્ત્વમય દેહ બંધાય છે, જેને સ્વામીએ ભાગવતી તનુ કહેલ છે. આવા ભક્તોના ઉપર શ્રીજીમહારાજ કૃપા કરીને તેમને બ્રહ્મમય દેહને પમાડે છે, એટલે પોતાના જેવો દિવ્ય સાકાર બનાવી પોતાના ધામને વિષે રાખે છે.