વાત : ૧૫૯

પાંચ પ્રકારના મનુષ્ય સંસારનો ત્યાગ કરે છે તેમાં (૧) નિર્ધન, (૨) આળસુ, (૩) ક્રોધી, (૪) વિચારવાન ને (૫) બાળક. તેમાં બાળકને તો જેવો સંગ મળે તેવો થાય છે ને અલ્પ બુદ્ધિવાન સંતનો સંગ મળે તો ડોળિયો થઈ જાય છે. જેમ બાળકને જેવી ગળથૂથી પાય તેવો બળિયો થાય છે તેમ ગળથૂથીને ઠેકાણે સંગ જાણવો ને વિદુરનીતિમાં કહ્યું છે જે,

याद्रशैः सन्निविशते याद्रशांश्चोपसेवते ।

याद्रगिच्छेच्च भवितुं ताद्रगू भवति पुरुषः।।

અર્થ: પુરુષ, જેવા મનુષ્યોની સાથે બેસે છે, જેવાનો સંગ કરે છે, અને જેવો થવાને ઈચ્છે છે તેવો થાય છે. (વિદુરનીતિ અ.૩૬ ષ્લો. ૧૫) ।।૧૫૯।।



ટિપ્પણી

ડોલિયોઃ ડહોળાયેલો, ગૂંચવાઈ ગયેલો, હાલી જઈને અવ્યવસ્થિત થયેલો.