વાત : ૫૩૭

શ્રીજીમહારાજે કહ્યું જે અમે તો જ્ઞાન-વૈરાગ્યાદિક જે અમારી સર્વે સંપત્તિ તે સર્વે સાધુ ને સત્સંગીને સોંપી છે ને અમે તો સર્વેનાં દુઃખ લીધાં છે માટે તમે સર્વે સુખે કરીને પ્રભુને ભજો એવા કર્યા છે.।।૫૩૭।।