વાત : ૧૦૬

આત્મા ને ભગવાનના મહિમાને કેમ જાણવો ? ઉત્તર : જે આત્માને એમ જાણવો જે ચોર્યાશી લાખ જાતના દેહ ધાર્યા પણ ક્યાંય મર્યો નથી ને જેવો છે તેવો જ રહ્યો છે માટે અજર, અમર છે ને અછેદ્ય, અભેદ્યાદિક જે લક્ષણે કરીને જીવસત્તાને જાણવો. ને પુરુષોત્તમ ભગવાનનો મહિમા તો એમ સમજવો જે જેની બીકે કરીને સમુદ્ર ચોસઠ ગાઉ ઊંચો જળને ધરી રહ્‌યો છે ને જેની બીકે કરીને વાયુ પણ નિરંતર વાય છે ને એ ભગવાન જળના બિંદુમાંથી આવી કાયા કરી આપે છે એવી જાતનો મહિમા અપાર રહ્યો છે એમ પુરુષોત્તમ ભગવાનને સમજવા.।।૧૦૬।।