વાત : ૨૮૧

લોભ, કામાદિકની ઇચ્છા અલ્પ જેવી જણાય છે પણ મુંબઈ, કાશી ને અરબસ્તાન ઇત્યાદિક અનેક દેશને વિષે લઈ જાય છે ને તે દેશને અતિ દુઃખ ભોગવાવે છે પણ એ જીવ મૂર્ખ છે ને અજ્ઞાની છે ને સંસારમાં આસક્ત છે એટલે એને એ દુઃખ જણાતું નથી. લોભાદિકની વાસના તો અતિ મોટી છે માટે તેને ટાળવાને અર્થે સત્પુરુષના સંગે કરીને ધર્મ-જ્ઞાનાદિક ગુણને સિદ્ધ કરીને પાયો અતિ પાકો કરવો અને ધર્માદિકના અર્થે તો ‘‘देहं पातयामि अर्थं साधयामि’’ (અર્થ :- દેહ છો પડી જતો, પણ મોક્ષરૂપી અર્થને સિદ્ધ કરું.) એવી રીતે મંડે તો થાય. તે ઉપર હિરણ્યકશિપુના દૃષ્ટાંતે કરીને વાર્તા કરી જે હિરણ્યકશિપુએ ઊંધે માથે તપ કર્યું તે શરીરમાં વાંસડા સોંસરા નીસર્યા. તેમ સાચા શૂરવીર થઈને પુરુષપ્રયત્ન કરવો.।।૨૮૧।।