વાત : ૧૬૯
મોટા સંતે નિર્ગુણ સગુણની ચર્ચા કરી જે આચાર્યજી મહારાજ ને સંત એ જે તે કલ્યાણરૂપ દિગ્વિજય કરવાને અર્થે બ્રહ્માંડમાં વિચરે છે તેમની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ જ છે કેમ જે તે ક્રિયાને જે જે જીવ દેખે, સાંભળે ને ચિંતવન કરે ને વળી જે એમના કોઈક ઉપયોગમાં આવે તે સર્વેનું કલ્યાણ થઈ જાય છે માટે એ નિર્ગુણ જ છે ને સગુણપણું તો જે અહંમમત્વરૂપ માયા પરસ્પર હરિજનમાં રહી છે તે છે. માટે એકાંતિક સાધુના સંગે કરીને એ માયાને ટાળીને એકાંતિક થાવું એ જ સત્સંગ કર્યાનું ફળ છે.।।૧૬૯।।