વાત : ૫૦૪

અને નિષ્ઠા ને મહિમા એક છે કે જુદા છે ? એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કર્યો જે નિષ્ઠા તો એને કહીએ જે એક પુરુષોત્તમને વિષે જ સર્વનું અંતર્યામીપણું તથા સર્વનું કર્તાપણું તથા સર્વનું આધારપણું તથા સર્વનું પ્રેરકપણું રહેલું છે. એવી રીતે અંતઃકરણમાં નિરંતર દૃઢ વર્ત્યા કરે તેને કહીએ. ને મહિમા તો આવે ને જાય પણ ખરો પણ એવી વાર્તાનું શ્રવણ, મનન ને નિદિધ્યાસ નિરંતર કર્યા કરે તો મહિમા નિરંતર રહે ને સાક્ષાત્કાર થાય. જેમ કોઈ શ્લોક કે કીર્તન મુખપાઠ કરેલ હોય તેને વરસ, છ મહિના સુધી ખટકો રાખીને વાર્તા કર્યામાં લાવ્યા કરે કે સંભાર્યા કરે તો પક્વ થાય.।।૫૦૪।।