વાત : ૪૭૦

આ ચાર વાનાં જીવનાં કલ્યાણના હેતુ છે. (૧) શ્રીજીમહારાજ, (૨) એમના એકાંતિક સાધુ, (૩) મંદિરમાં પધરાવેલી એવી જે ભગવાનની મૂર્તિઓ ને (૪) સત્શાસ્ત્ર, તેમાં પ્રથમના ને બીજા એ બે શ્રેષ્ઠ છે ને ત્રીજા તથા ચોથા તે એથી લગારેક ન્યૂન છે.।।૪૭૦।।



ટિપ્પણી

મંદિરમાં પધરાવેલી ભગવાનની મૂર્તિઓઃ તે સ્વયં શ્રીજી પોતે જ છે, પણ જ્ઞાન સમજવા માટે એકાંતિક સાધુને શ્રેષ્ઠ કહ્યા છે. એકાંતિક સાધુ પોતાની પાસે જ્ઞાન સમજવા આવેલા હરિભક્તને શ્રીજીમહારાજના સ્વરૂપમાં જ જોડે છે, પોતામાં જોડતા નથી. મૂર્તિઓ રૂપે પણ શ્રીજી પ્રત્યક્ષ જ છે.