વાત : ૩૬૯
અને દોલતરામે પૂછ્યું જે, મુક્ત છે તેણે તો માયાને જડ ને દુઃખરૂપ જાણી છે તેને વિષે વળી રાગ કેમ થાય છે ? ત્યારે સ્વામીએ કહ્યું જે એ જે મુક્ત છે તેને પ્રથમ સાધનકાળમાં જ માયિક વિષયને વિષે લગારેક રાહ કહ્યો હોય તે રાગે કરીને પાછો એને વિષયમાં રાગ થાય છે. તે માટે મુક્ત હોય તેમણે પણ વિષય થકી તો છેટે રહેવું પણ તેનો વિશ્વાસ કરીને તેને ભોગવવા નહિ. અને જ્યારે સાંખ્યયોગને દૃઢ કરીને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયને પામ્યો હોય તેને વિષયમાં રાગ રાગ ન થાય કેમ જે એ તો વિષયને સેવે જ નહિ.।।૩૬૯।।