વાત : ૪૯૮

અને કર્મ, ભક્તિ ને જ્ઞાનના ભેદ છે તેની વિગત જે કર્મયોગ તે પોતાના વર્ણાશ્રમને અનુસારે ઉદ્યમ કરે ને તેમાંથી દશોંદ વીશોંદ શ્રીજીમહારાજને અર્થે કાઢે તેને કહીએ, ને ત્યાગી થઈને નવધા ભક્તિ નિષ્કામપણે પ્રમાદ મૂકીને કર્યા કરે તેને ભક્તિયોગ કહીએ ને સત્તારૂપ થઈને ગુણને ટાળતા થકા કૈવલ્યપણે ભક્તિ કરે તેને જ્ઞાનયોગ કહીએ.।।૪૯૮।।



ટિપ્પણી

દશોંદ-વીશોંદઃ પોતાની આવકનો દસમો કે વીસમો ભાગ ધર્માદા તરીકે કાઢવો તે.