વાત : ૫

એ અક્ષરધામને ક્યારે પમાય તો જ્યારે પુરુષોત્તમ ભગવાન એવો સંકલ્પ ધારીને આંહીં પધારે જે મારી મૂર્તિનો સંબંધ થઈને જેને મારા સ્વરૂપનો નિશ્ચય થાય તે સર્વેને મારે અક્ષરધામમાં લાવવા છે. એવો સંકલ્પ ધારીને જ્યારે આંહીં પધારીને જેને પોતે લઈ જાય તેથી જ અક્ષરધામમાં જવાય છે. પણ બીજા અવતારથી અક્ષરધામમાં ન લઈ જવાય તો સાધને કરીને તો ક્યાંથી પામે ? ।। ૫ ।।