વાત : ૫૪૭
શ્રીકૃષ્ણ ભગવાને અહિંસા ધર્મ પ્રવર્તાવ્યો નહિ ને એકલી મારકૂટ જ કેમ કરી ? ઉત્તર જે શિશુપાળને જરાસંઘાદિક જે અસુરી રાજા હતા તેમણે જ્યારે ભાગવત ધર્મ પૃથ્વી ઉપર પ્રવર્તવા ન દીધો ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને વિચારીને અર્જુન-ભીમાદિક દ્વારાએ કરીને અધર્મરૂપી રાજાઓની સમાપ્તિ કરાવીને યુધિષ્ઠિર રાજા દ્વારાએ કરીને શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપ જે સદ્ધર્મ તેને પ્રવર્તાવતા હવા.।।૫૪૭।।