વાત : ૩૯૭
ભગવાનના ભક્તને વિષે કોઈજાતનો દોષ કેમ રહીજાય છે ? તો એ દોષ હોય તો મોટો, પણ તેને વિષે એને અલ્પપણું જણાય છે. તથા એ દોષને વિષે કોઈક જાતનો ગુણભાવ રહે છે તેણે કરીને એ દોષ રહે છે અને એ દોષને વિષે અલ્પપણું અને ગુણભાવ રહે છે તેના ચાર હેતુ છે : (૧) અજ્ઞાન, (૨) મોહ, (૩) પ્રમાદ, (૪) આળસ. એ ચાર દોષ જાય તો અલ્પપણું અને ગુણભાવ એ બે વાનાં જાય એમ સમજવું.।।૩૯૭।।