વાત : ૨૦૨
એક હરિભક્ત તો સત્સંગ સંબંધી ભીષણ ખમી શકે છે ને એક નથી ખમી શકતો એ બેમાં શો ગુણદોષ હશે ? ઉત્તર જે ભીષણ ખમતો નથી તેમાં તો એ દોષ છે જે એ શ્રીજીમહારાજનો ને મોટા સંતનો મહિમા સમજતો નથી ને શ્રદ્ધા પણ અલ્પ છે ને દેહાભિમાન પણ બહુ છે માટે સત્સંગ તેના જીવને વિશે પ્રવેશ કરતો નથી એટલે વૃદ્ધિ પણ પામતો નથી ને ભીષણ ખમી શકતો નથી.।।૨૦૨।।