વાત : ૬૬
મહાતેજ જેવા જે મુક્ત છે તેને તો કાંઈ ટકી શકે નહિ કેમ જે પ્રલયકાળનો અગ્નિ છે તેને વિષે તો રાખ પણ રહે છે અને મહાતેજને વિષે તો કાંઈ ટકી શકે નહિ. તેમ પ્રલયકાળના અગ્નિ જેવા જે મુક્ત છે તેને તો કાંઈક વિષયમાં આભાસ જેવું જણાય છે પણ જે મહાતેજ જેવા મુક્ત છે તેને તો જેમ મહાતેજના પ્રકાશમાં જીવ, માયા ને ઐશ્વર્યાર્થી એ સર્વે લીન થઈ જાય છે તેમ તેની દૃષ્ટિમાં માયાનું આવરણ કાંઈ ન રહે અને પુરુષોત્તમ તથા અક્ષર ને અક્ષરના મુક્ત તે વિના બીજું કાંઈ તેની દૃષ્ટિમાં ન આવે. તેમાં સૂર્ય જેવા તો બદ્રિકાશ્રમના મુક્ત છે અને પ્રલયકાળના અગ્નિ જેવા તો શ્વેતદ્વીપના મુક્ત છે અને મહાતેજ જેવા તો અક્ષરના મુક્ત છે. એ જે ત્રણ પ્રકારના મુક્તના ભેદ કહ્યા તે આપણા સત્સંગમાં છે અને બીજા મુક્તના ભેદ કહ્યા તે પણ સત્સંગમાં છે એમ જાણવું. એવી રીતે મુક્તની તારત્મ્યતા છે તે આ વાતને પોતે વિચારે તો પોતે જેવો હોય તેમ માલૂમ પડે.।।૬૬।।